આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી :આગામી તારીખ ૨૩ થી ૨૬ ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે

આગાહીકાર અંબાલાલ પટેલની ગુજરાતમાંથી ગુમ થયેલા વરસાદ અંગેની આગાહી આવી છે. અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરી હતી કે આગામી તારીખ 23 થી 26 ઓગસ્ટના રોજ ગુજરાતમાં…

Varsad 6

આગાહીકાર અંબાલાલ પટેલની ગુજરાતમાંથી ગુમ થયેલા વરસાદ અંગેની આગાહી આવી છે. અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરી હતી કે આગામી તારીખ 23 થી 26 ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. કારણ કે બિહાર અને બંગાળ તરફનું લો પ્રેશર મધ્યપ્રદેશ અને ગુજરાતમાં રહેશે. અરબી સમુદ્ર મજબૂત બનશે, રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. 26મી પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમ્બરના દિવસે અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની સંભાવના રહેશે.

ફોરકાસ્ટર અંબાલાલ પટેલ દ્વારા આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 14 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે.દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. આ સમયે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ત્યાર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. રાજ્યમાં 16 થી 24 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલની ખેડૂતો માટે સલાહ
ખેડૂતો માટે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે શુક્રની ભ્રમણકક્ષાનું અવલોકન કરતી વખતે ઉભા ખેતી પાકમાં રોગ થવાની સંભાવના છે. બાગાયતી પાકોમાં જીવાતોના ઈંડા મુકવાની શક્યતા છે, તેથી આવા પાંદડાઓનો નાશ કરવો હિતાવહ છે. જો ખેડૂતો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા માંગતા ન હોય, તો ટ્રાઇકો કાર્ડ ભરવું વધુ સારું છે. 30 ઓગસ્ટે રાજસ્થાન અને ગુજરાતમાં હળવોથી ભારે વરસાદ પડશે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ છે. આ આગાહી રાજસ્થાનથી આવતા વરસાદના કારણે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

પરેશ ગોસ્વામીની આગાહીઓ
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમની સોશિયલ મીડિયા ચેનલ પર આપેલી નવીનતમ માહિતીમાં જણાવ્યું છે કે હાલમાં ગુજરાતમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. પરંતુ ભેજના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટા પડી રહ્યા છે. પરંતુ હવે આ વાવાઝોડાની તીવ્રતા, સંખ્યા અને વિસ્તારો પણ ઘટશે. હાલમાં વાવાઝોડાની કોઈ શક્યતા નથી જેનાથી ખેતીના કામમાં ખલેલ પહોંચે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *