હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે દક્ષિણ ગુજરાત માટે 48 કલાક ભારેથી ભારે રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 19મી જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, બાવળામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર પણ આગામી બે દિવસ દરમિયાન મેઘરાજાથી છવાઇ જશે. દક્ષિણ ગુજરાતની તાપી નદી, નર્મદા નદી સહિત સૌરાષ્ટ્રની નદીઓમાં અચાનક પૂરની આગાહી કરવામાં આવી છે.