ત્રીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ પીએમ મોદીએ સૌથી પહેલા કિસાન સન્માન નિધિની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. હવે ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયા આવશે. ગયા શનિવારે, કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની જાહેરાત કરી હતી. આ યોજનાનો લાભ કરોડો ખેડૂતોને મળી રહ્યો છે. પરંતુ નાની ભૂલના કારણે કેટલાક ખેડૂતોના હપ્તા અટકી જાય છે. તેથી, 17મા હપ્તા પહેલાં, તમારે તપાસ કરવી પડશે કે તમારું ઇ-કેવાયસી થયું છે કે નહીં કારણ કે જો તમારું ઇ-કેવાયસી કરવામાં આવ્યું નથી, તો હપ્તાના પૈસા તમારા ખાતામાં આવશે નહીં.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, ખેડૂતોને દર વર્ષે 3 હપ્તાઓ દ્વારા 6,000 રૂપિયા આપવામાં આવે છે. દેશના લગભગ 9 કરોડ 26 લાખ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.
17મો હપ્તો ક્યારે આવશે?
2019માં શરૂ થયેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના અત્યાર સુધીમાં 16 હપ્તાઓ બહાર પાડવામાં આવ્યા છે. 18 જૂને પીએમ મોદી કાશીથી આ યોજનાનો 17મો હપ્તો બહાર પાડશે. કૃપા કરીને હપતા પહેલા તમારી સ્થિતિ તપાસો. તમે પીએમ કિસાન સન્માન નિધિ વેબસાઇટ અથવા એપ દ્વારા સ્ટેટસ ચેક કરી શકો છો.
E-KYC જરૂરી છે
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ફક્ત તે ખેડૂતોને જ મળે છે જેમણે ઈ-કેવાયસી કર્યું છે. આ યોજનાનો લાભ મેળવવા માટે E-KYC ફરજિયાત છે. તમે ઘરે બેઠા પણ ઈ-કેવાયસી પ્રક્રિયા કરી શકો છો.
આ રીતે કરો e-KYC
ઇ-કેવાયસી માટે તમારે પીએમ કિસાન સન્માન નિધિ એપ ડાઉનલોડ કરવી પડશે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, તમારો મોબાઇલ નંબર દાખલ કરીને લોગિન કરો. લોગીન થતાં જ તમને PM કિસાન સન્માન નિધિ વિશે તમામ માહિતી મળી જશે કે આધાર તમારા ખાતા સાથે લિંક છે કે નહીં. તમારા ખાતામાં DBT વિકલ્પ સક્રિય છે કે નહીં.
તમે PM કિસાન સન્માન નિધિ એપમાં ફેસ ઓથેન્ટિકેશન દ્વારા તમારું ઈ-કેવાયસી કરી શકો છો. જો તમે તે જાતે કરી શકતા નથી તો તમે CSC સેન્ટર પર જઈને ઈ-KYC ઓનલાઈન કરાવી શકો છો.