આજથી iPhone 16, iPhone 16 Pro Max, iPhone 16 Plus, iPhone 16 Proનું વેચાણ શરૂ થઈ ગયું છે. iPhone 16 ખરીદવા માટે મુંબઇના એપલ સ્ટોર બહાર વહેલી સવારથી લાગી લાંબી લાઇન લાગી હતી. મુંબઈ સ્થિત Apple BKC અને દિલ્હી સ્થિત Apple Saket ના ઑફલાઇન સ્ટોર્સ પરથી ગ્રાહકો આજે Appleના આ નવા મૉડલ ખરીદી શકે છે. આ ઉપરાંત, તેઓ કેટલાક પસંદગીના થર્ડ પાર્ટી રિટેલર્સ દ્વારા પણ ખરીદી શકાય છે.
એપલ કંપનીએ 9 સપ્ટેમ્બરના રોજ ઈવેન્ટ ઈટ્સ ગ્લોટાઈમમાં એઆઈ ફીચર્સની સાથે આઈફોન 16 સિરીઝ લોન્ચ કર્યો હતો. મુંબઈના બીકેસી સ્થિત સ્ટોરમાં સેલ શરૂ થતાં પહેલા જ લોકોની લાંબી લાઈન જોવા મળી હતી. iPhone 16ના પ્રી ઓર્ડર્સ 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂક્યા હતા અને આજથી વેચાણ શરૂ થઈ ગયું છે. એપલ સ્ટોર ખુલતા પહેલા જ સવાર સવારમાં લોકો સ્ટોરની બહાર જોવા મળ્યા હતા.
iPhone 16, iPhone 16 Pro Max, iPhone 16 Plus, iPhone 16 Pro. iPhone 16ના ત્રણ વેરિએન્ટ્સ ઉતારવામાં આવ્યા છે. 128GB, 256GB, 512GB, આ ત્રણેય વેરિએન્ટ્સની કિંમતો ક્રમશઃ 79,900 રૂપિયા, 89,900 રૂપિયા અને 1,09,900 રૂપિયા છે.
iPhone 16 Plusના પણ ત્રણ વેરિએન્ટ્સ છે. 128GB, 256GB, 512GB જેમની ક્રમશઃ કિંમત 89,900 રૂપિયા, 99,900 રૂપિયા, 1,19,900 રૂપિયા છે.
iPhone 16 Pro વેરિએન્ટના ચાર વેરિએન્ટ્સમં મળશે. 128GB વેરિએન્ટની કિંમત 1,19,900 રૂપિયા, 256GB વેરિએન્ટની કિંમત 1,29,990 રૂપિયા, 512GB વેરિએન્ટની કિંમત 1,49,900 રૂપિયા અને 1TB વાળા ટોપ વેરિએન્ટની કિંમત 1,69,900 રૂપિયા છે.
iPhone 16 Pro Max 16 સીરિઝનો સૌથી મોંઘો ફોન છે. Pro Maxના ત્રણ વેરિએન્ટ્સ ઉતારવામાં આવ્યા છે. જેમાં 256 GB મોડલની કિંમત 1,44,900 રૂપિયા, 512 GB વાળા મોડલની કિંમત 1,64,900 રૂપિાય અને 1 ટીબી વાળા ટોપ મોડલની કિંમત 1,84,900 રૂપિયા છે.