ગુજરાતમાં કમોસમી વરસાદનું કાઉન્ટડાઉન શરૂ : આગામી 72 કલાકમાં ગુજરાતમાં ત્રાટકશે વરસાદ

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી 72 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ અને ઉત્તર ભારતમાં…

Varsad

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી 72 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ અને ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પડ્યો છે.

નિષ્ણાતોના મતે, નવસારી, સુરત, ભરૂચ, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેથી વરસાદની શક્યતા છે જેના કારણે કેટલાક ભાગોમાં પૂર આવશે. જેમાં વલસાડ, નવસારી, સુરત અને ભરૂચના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં, જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી છે.

મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી છે. જેમાં વડોદરા, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગર, દસાડા, પાટડી, વિરમગામ, સાણંદ, ધોળકા, ધંધુકા, બરવાળા, કડીમાં ભારે વરસાદની આગાહી છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદની આગાહી છે. આજથી જ અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં હવામાનમાં ફેરફાર થશે.

7 નવેમ્બર પછી, દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે ગુજરાતમાં પણ હવામાનમાં ફેરફાર થશે. 18 નવેમ્બર પછી, બંગાળની ખાડીમાં ફરી એકવાર ચક્રવાત સર્જાવાની સંભાવના છે. જેના કારણે 15 ડિસેમ્બર સુધીમાં ડિપ્રેશનની આગાહી છે.