ગુજરાતમાં CNGના ભાવમાં વધારો…CNGની નવી કિંમત 77.76 રૂપિયા થઈ

ગુજરાતમાં CNGના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ કંપનીએ 1.50 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. જેના કારણે ગુજરાતમાં CNGની નવી કિંમત 77.76 રૂપિયા થઈ ગઈ…

Cng 2

ગુજરાતમાં CNGના ભાવમાં વધારો થયો છે. ગુજરાત ગેસ કંપનીએ 1.50 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. જેના કારણે ગુજરાતમાં CNGની નવી કિંમત 77.76 રૂપિયા થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ગેસ દ્વારા એક વર્ષમાં ત્રીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ, તેણે ગયા જુલાઈ, ઓગસ્ટ અને હવે ડિસેમ્બરમાં કિંમતમાં વધારો કર્યો છે.

એક વર્ષમાં 3.50 રૂપિયાનો વધારો
વર્ષ 2024માં CNGના ભાવમાં ત્રીજી વખત વધારો થયો છે. આનું કારણ 24 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ ₹1નો વધારો થયો છે. તાજેતરના વધારા સાથે, CNGના ભાવમાં આ વર્ષે કુલ ₹3.50નો વધારો થયો છે. .

સ્કૂલ વાનનો ચાર્જ વધી શકે છે
સીએનજીની નવી વેચાણ કિંમત શનિવાર મધરાતથી લાગુ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં ચાર લાખથી વધુ સીએનજી વાહન વપરાશકારોને કિંમતમાં ફેરફારની અસર થશે. સુરતમાં 60 જેટલા CNG પંપ કાર્યરત છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 250 પંપ કાર્યરત છે. ઓટો-રિક્ષા અને સ્કૂલ વાન સીએનજીના મુખ્ય ઉપયોગકર્તા છે. સીએનજીના ભાવમાં વધારાને પગલે સ્કૂલ વાન દ્વારા ચાર્જમાં વધુ એક વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. કારણ કે સીએનજીના ભાવમાં છેલ્લે વધારો કરવામાં આવ્યો ત્યારે વાન સંચાલકોએ તેમના ચાર્જમાં વધારો કર્યો હતો.