ગુજરાતની જનતા સતત વધી રહેલી મોંઘવારીથી પરેશાન છે અને આવી સ્થિતિમાં મંદીને વધુ એક ફટકો પડ્યો છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, ખાદ્યતેલ જેવી અનેક આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે આ યાદીમાં વધુ એક વસ્તુનો ઉમેરો થયો છે. રાજ્યમાં સીએનજીના ભાવમાં વધારો થયો છે. કંપનીએ સીધો જ 1 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે.જેના કારણે CNG વાહન ચાલકોને મોટો ફટકો પડ્યો છે.
CNGની નવી કિંમત
સીએનજીનો ભાવ પ્રતિ કિલો રૂ. 74.26 હતો અને હવે કંપનીએ સીધો એક રૂપિયો વધારીને રૂ. 75.26 પ્રતિ કિલો કર્યો છે. આ ભાવવધારાથી હવે સીએનજી ડ્રાઇવરો, ખાસ કરીને રાજ્યમાં ચાલતી રિક્ષાઓ પર બોજ વધશે. જો રિક્ષા ચાલકોની મુશ્કેલીઓમાં વધારો થશે તો તેની સીધી અસર ગ્રાહકોને પણ પડશે અને રિક્ષાના ભાડામાં વધારો ચુકવવો પડશે. જેથી મુસાફરોને મંદીનો સામનો કરવો પડશે.