ગુજરાતમાં મેઘો ભુક્કા બોલાવશે! સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે દાદરા અને નગર હવેલી, દમણ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે…

Varsad1

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે દાદરા અને નગર હવેલી, દમણ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે, રાજ્યના દરિયાકાંઠે સિગ્નલ નંબર 3 લગાવવામાં આવ્યો છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. જે વરસાદી સિસ્ટમ રચાઈ હતી તે કચ્છમાંથી પસાર થઈને હવે અરબી સમુદ્ર પર છે, જેની અસર ગુજરાત પર પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં હવે અતિ ભારે વરસાદની શક્યતા ઓછી છે. પરંતુ 25 ઓગસ્ટ પછી ફરી એકવાર અતિ ભારે વરસાદનો રાઉન્ડ થવાની શક્યતા છે.

ગુજરાતમાં ઓગસ્ટના અંત સુધી સારો વરસાદ પડશે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવે વરસાદનું પ્રમાણ ઘટતું જોવા મળશે. જોકે, કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. કચ્છની વાત કરીએ તો, કચ્છમાં પણ હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. હવે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે.

22 ઓગસ્ટથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, મહેસાણામાં વધુ વરસાદની આગાહી છે. કચ્છમાં પણ હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરંબદર, રાજકોટ, મોરબીમાં હળવો થી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદમાં પણ હળવો થી મધ્યમ વરસાદ પડશે.

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે, આ સિસ્ટમ ચક્રવાત ન હોઈ શકે, પરંતુ તે ભયંકર વાવાઝોડાનું સ્વરૂપ લઈ શકે છે. આ સિસ્ટમને કારણે દરિયાકાંઠે ૭૦ થી ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર ખાસ ધ્યાન આપવું પડશે.