પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે સાંજે જાપાન પ્રવાસ પૂર્ણ કર્યા પછી ચીનના તિયાનજિન શહેર પહોંચ્યા. અહીં એરપોર્ટ પર લાલ જાજમ બિછાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદી શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ભાગ લેવા માટે તિયાનજિન પહોંચ્યા છે.
આ મુલાકાત દરમિયાન તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળશે.
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે જાપાનની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા પછી ટોક્યોથી ચીનના તિયાનજિન શહેર પહોંચ્યા હતા. તેઓ અહીં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ભાગ લેશે. સમિટ ઉપરાંત, પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ મળશે.

