સોનાના ભાવમાં ઘટાડો…જાણો કેટલું સસ્તું થયું સોનુ

શુક્રવારે (30 ઓગસ્ટ) સોના અને ચાંદીના ભાવમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમે હવે સોનું અને ચાંદી ખરીદવા માંગતા હો, તો તમે તેના…

શુક્રવારે (30 ઓગસ્ટ) સોના અને ચાંદીના ભાવમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમે હવે સોનું અને ચાંદી ખરીદવા માંગતા હો, તો તમે તેના વિશે હમણાં જ વિચારી શકો છો. વાયદા બજારની સાથે બુલિયન માર્કેટમાં પણ સોનું ઘટ્યું છે. આજે સવારે ફ્યુચર્સ માર્કેટમાં સોનું રૂ. 316 (-0.44%) ઘટીને રૂ. 71,872 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. ગઈ કાલે તે રૂ.72,188 પર બંધ રહ્યો હતો. ચાંદી રૂ. 534 (-0.63%) ઘટીને રૂ. 84,338 પ્રતિ કિલોગ્રામ પર હતી, જે ગઈકાલના રૂ. 84,872ના બંધ ભાવ સામે હતી.

બુલિયન માર્કેટમાં સોનું કેટલું સસ્તું થયું?

દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 100 રૂપિયા ઘટીને 74,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું 74,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીની કિંમત પણ 600 રૂપિયા ઘટીને 87,200 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. ગુરુવારે બજારમાં 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત 100 રૂપિયા ઘટીને 73,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સોનું 74,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સ્થાનિક બજારમાં જ્વેલર્સની નબળી માંગને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *