સોનાએ હરખમાં તો ચાંદીએ દુખી કર્યા, જાણો બુલિયન માર્કેટમાં તાજા ભાવ, એક તોલું આટલા હજારમાં

કોમોડિટી માર્કેટમાં સુસ્ત કારોબાર જોવા મળી રહ્યો છે. અમેરિકામાં વ્યાજદર અંગેના નિર્ણય પહેલા વેપારીઓ થોડા સાવધ દેખાઈ રહ્યા છે. જેના કારણે બુધવારે વાયદા બજારમાં સપાટ…

Goldsilver

કોમોડિટી માર્કેટમાં સુસ્ત કારોબાર જોવા મળી રહ્યો છે. અમેરિકામાં વ્યાજદર અંગેના નિર્ણય પહેલા વેપારીઓ થોડા સાવધ દેખાઈ રહ્યા છે. જેના કારણે બુધવારે વાયદા બજારમાં સપાટ કારોબાર જોવા મળ્યો હતો. સોના અને ચાંદીના ભાવ પર દબાણ છે અને ફેડના નિર્ણય પહેલા નબળું ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.

વૈશ્વિક બજારમાં સોનું ઘટીને 2,660 ડોલર થયું હતું. MCX પર સોનું `77,000ની નીચે છે. વ્યાજદર અંગે ફેડનો નિર્ણય આજે રાત્રે આવવાનો છે. દરોમાં 0.25% ઘટાડો થવાની શક્યતા છે. 2025 અને 2026 માટે ફેડ પોલિસી પર કોમેન્ટરી શક્ય છે. તમને જણાવી દઈએ કે નવેમ્બરમાં યુએસમાં રિટેલ વેચાણ અપેક્ષા કરતા સારું રહ્યું હતું.

એમસીએક્સ પર સોનું રૂ.6ના મામૂલી ઘટાડા સાથે રૂ.76865 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. જે ગઈ કાલે 76,871ના ભાવે બંધ થયો હતો. ચાંદી 223 રૂપિયા ઘટીને 90652 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. ગઈકાલનો બંધ ભાવ રૂ. 90,875 હતો.

બુલિયન માર્કેટમાં સોનું મોંઘુ થયું, ચાંદીના ભાવ ઘટ્યા

લગ્નની મોસમની માંગને પહોંચી વળવા હાલના સ્તરે જ્વેલર્સ દ્વારા નવી ખરીદીને કારણે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ રૂ. 950 વધીને રૂ. 79,300 પ્રતિ 10 ગ્રામ થયો હતો. સોમવારે 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત 78,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી.

ચાંદીમાં સતત ત્રીજા દિવસે ઘટાડો ચાલુ રહ્યો હતો અને તે રૂ. 1,000 ઘટીને રૂ. 91,500 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો હતો, જ્યારે તેનો અગાઉનો બંધ ભાવ રૂ. 92,500 પ્રતિ કિલો હતો. દરમિયાન, મંગળવારે 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત 950 રૂપિયાના ઉછાળા સાથે 78,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે.

છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે 77,950 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. વેપારીઓએ જણાવ્યું હતું કે લગ્નની સિઝનમાં જ્વેલર્સ દ્વારા ખરીદી અને સલામત રોકાણ તરીકે સોનાની માંગમાં વધારો થવાને કારણે પીળી ધાતુમાં વધારો થયો હતો.