સરકારની માલિકીની ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) 28 દિવસની માન્યતા સાથે પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. જો તમે 28 દિવસની વેલિડિટી ધરાવતો પ્લાન શોધી રહ્યા છો, તો તેમાં દરરોજ 1GB થી 2GB ડેટા મળે છે, અમર્યાદિત કૉલિંગ સાથે દૈનિક SMS આપવામાં આવે છે. અહીં અમે તમને BSNL ના માસિક વેલિડિટી પ્રીપેડ પ્લાન વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ.
28 દિવસની માન્યતા સાથે BSNL પ્રીપેડ પ્લાન:
BSNL નો રૂ. 108 નો પ્લાનઃ BSNL નો રૂ. 108 નો પ્લાન દરરોજ 1GB ડેટા પ્રદાન કરે છે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી આપે છે. વોઈસ કોલિંગની વાત કરીએ તો આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ આપવામાં આવે છે. હાઈ સ્પીડ ડેટા લિમિટ પૂરી થયા પછી ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 40kbps થઈ જાય છે.
BSNLનો 139 રૂપિયાનો પ્લાનઃ BSNLના 139 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા આપવામાં આવે છે. વેલિડિટી વિશે વાત કરીએ તો, આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે. હાઈ સ્પીડ ડેટા લિમિટ ખતમ થઈ ગયા પછી ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 40kbps થઈ જાય છે.
BSNLનો 149 રૂપિયાનો પ્લાનઃ BSNLના 149 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાન અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા આપે છે. આ પ્લાનમાં દરરોજ 100 SMS આપવામાં આવે છે. હાઈ સ્પીડ ડેટા લિમિટ ખતમ થઈ ગયા પછી ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 40kbps થઈ જાય છે.
BSNL નો 187 રૂપિયાનો પ્લાનઃ BSNL નો 187 રૂપિયાનો પ્લાન દરરોજ 2GB ડેટા સાથે આવે છે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી આપે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે. આ પ્લાનમાં દરરોજ 100 SMS આપવામાં આવે છે. હાઇ સ્પીડ ડેટા લિમિટ ખતમ થયા પછી, 25 પૈસા પ્રતિ MB ચાર્જ કરવામાં આવે છે.