હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 જાન્યુઆરી પછી ઉત્તર ભારતમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે. આગામી એક અઠવાડિયામાં એક પછી એક ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે, જેના કારણે હિમાલયના વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને વરસાદ થશે. તેની સીધી અસર ગુજરાતના હવામાન પર પણ જોવા મળશે.
ગુજરાતમાં ફરી એકવાર ભયંકર ઠંડીનો મોટો રાઉન્ડ આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 22 જાન્યુઆરીએ આવશે અને જશે, ત્યારબાદ ભયંકર ઠંડીનો બીજો રાઉન્ડ આવશે. ગુજરાતના ઘણા શહેરોનું તાપમાન ઘટશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો રાઉન્ડ આવશે. હાલમાં સમગ્ર ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આ ઠંડી વચ્ચે હવે ખેડૂતો માટે ચિંતાના સમાચાર આવી રહ્યા છે.
ગુજરાત ફરી એકવાર માવઠા આપત્તિનો ભોગ બનવા જઈ રહ્યું છે. વાતાવરણમાં એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેની અસર ગુજરાત પર પડશે. હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના હવામાનમાં મોટો ફેરફાર લાવશે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરનું હવામાન પણ બદલાશે. તેથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે.
ગુજરાતના જાણીતા આગાહીકર્તા અંબાલાલ પટેલે માવઠાની ચેતવણી આપી છે. અંબાલાલે માવઠા ક્યાં અને ક્યારે ત્રાટકશે તેવી આગાહી કરી છે? તો હવામાન વિભાગે કઈ મોટી રાહત આપી છે? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ચક્રવાતી સિસ્ટમ અને લો પ્રેશર ગુજરાતને અસર કરશે. તેના પ્રભાવ હેઠળ, પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. રવિ પાક પર વિપરીત અસર થવાની શક્યતા છે, તેથી ખેડૂતોએ સાવચેત રહેવાની જરૂર છે.
રાજ્યમાં જાન્યુઆરીના અંત સુધી ઠંડી, ધુમ્મસ અને કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 20 જાન્યુઆરી સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં ઠંડી વધુ રહેશે. 22 જાન્યુઆરી પછી હવામાનમાં અચાનક ફેરફાર થઈ શકે છે. હવે એવા સંકેતો છે કે ગુજરાતમાં ભયંકર ઠંડીથી લોકોને આંશિક રાહત મળશે.

