આદ્રા નક્ષત્ર પહેલાં મળ્યા મોટા સંકેત! આગામી 5 દિવસ પછી ગુજરાતમાં વરસાદનું ભયાનક એલર્ટ..

અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાતની વરસાદી સિસ્ટમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ વળી ગઈ હોવાથી, હવે સુરત, નવસારી અને વલસાડના નાગરિકોએ સારા વરસાદ માટે લગભગ પાંચ…

Varsad 6

અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાતની વરસાદી સિસ્ટમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ વળી ગઈ હોવાથી, હવે સુરત, નવસારી અને વલસાડના નાગરિકોએ સારા વરસાદ માટે લગભગ પાંચ દિવસ રાહ જોવી પડશે. બીજી તરફ, બંગાળની ખાડીમાં ચાર-પાંચ દિવસ પછી નવી સિસ્ટમ રચાય તેવી પ્રબળ શક્યતા હોવાથી, ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.

ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. બુધવારે પણ સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં એકથી બે ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. એક અઠવાડિયા સુધી વરસાદનું જોર હળવું રહેશે.

બીજી તરફ, કચ્છમાં, અષાઢી બીજ અને આદ્રા નક્ષત્ર પહેલા પણ સારા વરસાદથી કચ્છના લોકોમાં આનંદ ફેલાયો છે. ચોમાસા દરમિયાન કચ્છના મહેમાન બનતા સ્થળાંતરિત પક્ષીઓનું પણ આગમન શરૂ થઈ ગયું છે. નાગવીર રખાલની બાજુમાં લક્ષ્મીપર (નેત્રા) નજીક ભેડિયા નજીક નર અને માદા ચાતક પક્ષીઓની જોડી જોવા મળી હતી અને વન વિભાગના કર્મચારીએ તેમનો ફોટો કેમેરામાં કેદ કર્યો હતો.

લોકવાયકા અનુસાર, વરસાદ સાથે સંકળાયેલું ચાતક પક્ષી જૂનથી શરૂ થતી ચોમાસાની ઋતુ દરમિયાન આફ્રિકાથી વિવિધ દેશો અને સમુદ્રોમાંથી સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરે છે અને કચ્છનો મહેમાન બને છે. આખું ચોમાસુ અહીં વિતાવ્યા પછી, તે દિવાળી પહેલા પાછું ફરે છે.

વન વિભાગના નખત્રાણા રેન્જના વન રેન્જરે જણાવ્યું હતું કે ચાતક કોયલની જેમ, બીજું પક્ષી માદાના માળામાં ઇંડા મૂકે છે અને માદા પક્ષી તેના ઇંડા ઉછેરે છે, જે એક કુદરતી પ્રક્રિયા છે. ચાતક પક્ષીની જોડી ચોમાસાની ઋતુના ચાર મહિના કચ્છમાં રહે છે જેથી પ્રજનન અને ઇંડા ઉછેર કરી શકાય.