ગોસ્વામીના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર હવે ગુજરાત સુધી પહોંચી ગયું છે. આ નીચા દબાણને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
આજે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
આણંદ, નડિયાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 5 થી 8 ઈંચ વરસાદ પડી શકે છે. અહીં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.