બંગાળની ખાડીમાં વરસાદની ભારે સિસ્ટમ મજબૂત થતાં ગુજરાતમાં વાવાઝોડા જેવું અનુભવાશે, આજે ભારે વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 223 તાલુકાઓમાં કુલ વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ પડ્યો છે. આગામી 4 દિવસ સુધી ભારે…

Varsadf

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 223 તાલુકાઓમાં કુલ વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ પડ્યો છે. આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં ભારે વરસાદની સિસ્ટમ મજબૂત થઈ હોવાથી, રાજ્યના ઘણા બંદરો પર સિગ્નલ નંબર 3 લગાવવામાં આવ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 223 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જ્યારે 85 તાલુકાઓમાં 1 થી 5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડના કપરાડામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે.

હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 2025 ના ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ 28 થી 2 તારીખ સુધી ચાલશે. બંગાળની ખાડી સિસ્ટમ મજબૂત થઈ છે, હાલમાં મહારાષ્ટ્ર પર એક લો પ્રેશર છે જે 24 કલાકમાં વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જેના કારણે રાજ્યમાં 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ રાજ્યમાં મેઘરાજા બેઠું રહેશે. વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને નવસારીમાં રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે. તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ, દમણ અને દાદર નગર હવેલીમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, દાહોદ, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, દીવ અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે.