અરબી સમુદ્ર સી આ સિસ્ટમ ચક્રવાત બની શકે છે. 100 કિ.મીની ઝડપે આ વિસ્તારોમાં ફૂંકાશે પવન!

અરબી સમુદ્રમાં આગળ વધતાં આ સિસ્ટમ ચક્રવાત બની શકે છે. 100 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. કચ્છના ભાગોમાં 60 થી 65 કિમી…

અરબી સમુદ્રમાં આગળ વધતાં આ સિસ્ટમ ચક્રવાત બની શકે છે. 100 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. કચ્છના ભાગોમાં 60 થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં 35 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કચ્છમાં વાવાઝોડાની સંભાવના છે. 48 વર્ષ પછી દુલર્ભ ચક્રવાત જમીન અને દરિયામાં સક્રિય થશે, તેથી સોમવારે ગુજરાતમાં 30 થી 35% ખતરો. 26-8ના રોજ દાખલ થયેલ ડીપ ડીપ્રેશન હવે ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થવાની ધારણા છે, હવામાન વિભાગે આગાહી કરી છે. તે કચ્છના દરિયાકાંઠે પૂર્વોત્તર અરબી સમુદ્રમાં પાકિસ્તાન તરફ આગળ વધે તેવી પણ શક્યતા છે.

અંબાલાલ પટેલે ફરી એક ભયાવહ ભવિષ્યવાણી કરી છે. ફોરકાસ્ટર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ડિપ્રેશનના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આવતીકાલે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં જશે. અરબી સમુદ્રમાં આગળ વધતાં આ સિસ્ટમ ચક્રવાત બની શકે છે. જેના કારણે 100 કિમીથી વધુની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

જ્યારે કચ્છના ભાગોમાં 60 થી 65 કિ.મી. જોરદાર પવન ફૂંકાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં 35 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હાલમાં કચ્છ વિસ્તારમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન 30મી પછી ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે. આ સ્થિતિમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. જો કે, અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ વાવાઝોડું ઓમાન અથવા પાકિસ્તાનમાં જાય તેવી શક્યતા છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ ચક્રવાત ગુજરાત પર સીધી અસર નહીં કરે, પરંતુ તેજ પવનને કારણે નુકસાન થઈ શકે છે. આ વખતે જમીન પર ડીપ ડિપ્રેશન સર્જાયું છે, જે સામાન્ય રીતે નીચા દબાણની રચના પછી ચક્રવાતમાં ફેરવાય છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને ભારે પવનની ચેતવણી આપવામાં આવી છે. ભારે પવનને કારણે કપાસના પાક અને બાગાયતી પાકને નુકસાન થવાની સંભાવના છે.

ડીપ ડિપ્રેશન વધુ મજબૂત થતાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. ગઈકાલે હવાઈ નિરીક્ષણ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં પૂર પ્રભાવિત કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી. લોકોને આફતથી બચાવવા અને જરૂર પડ્યે લોકોને બહાર કાઢવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.

નવીનતમ અપડેટ મુજબ, સાયક્લોનિક સરક્યુલેશન હવે કચ્છના નલિયાથી માત્ર 60 કિમી દૂર છે. જો કે ગઈકાલ કરતા આજે વરસાદ ઓછો પડવાની શક્યતા છે. ચક્રવાત હવે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છથી પાકિસ્તાન તરફ આગળ વધ્યું છે. જે બાદ તે પાકિસ્તાનથી ઓમાન સુધી ફેલાઈ જશે. તેની અસરને કારણે આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *