ઉદ્યોગપતિ અનિલ અંબાણી માટે આ સપ્તાહની શરૂઆત સારી રહી છે. અનિલ અંબાણીને દરેક જગ્યાએથી સારા સમાચાર મળી રહ્યા છે. પહેલા દિલ્હી હાઈકોર્ટે તેની કંપની રિલાયન્સ પાવરને સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SECI) ના પ્રતિબંધ અને જાહેર નોટિસમાંથી રાહત આપી હતી, હવે SECIએ રિલાયન્સ પાવરને મોકલેલી તેની નોટિસ પાછી ખેંચી લીધી છે. સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SECI) એ રિલાયન્સ પાવરને જારી કરાયેલ પ્રતિબંધની નોટિસ પાછી ખેંચી લીધી છે.
અનિલ અંબાણી અને રિલાયન્સ પાવરને મોટી રાહત
SECI એ રિલાયન્સ પાવરને મોકલેલી પ્રતિબંધની નોટિસ પાછી ખેંચી લીધી છે. આ નોટિસ પાછી ખેંચી લીધા બાદ અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપની હવે SECIના ભાવિ ટેન્ડરમાં ભાગ લઈ શકશે. તમને જણાવી દઈએ કે, 6 નવેમ્બરના રોજ, SECI, જે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે અમલીકરણ એજન્સી તરીકે કામ કરે છે, તેણે ‘બનાવટી દસ્તાવેજો’ સબમિટ કરવા બદલ રિલાયન્સ પાવર લિમિટેડ અને રિલાયન્સ NU BESS લિમિટેડ પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. SECIએ કહ્યું કે આ મામલે કાનૂની કાર્યવાહી બાદ રિલાયન્સ પાવરને આપવામાં આવેલી પ્રતિબંધની નોટિસ તાત્કાલિક અસરથી પાછી ખેંચી લેવામાં આવી છે.
રિલાયન્સ પાવરના શેર ફોકસમાં રહેશે
કોર્ટ અને SECI તરફથી રાહત મળ્યા બાદ આજે રિલાયન્સ પાવરના શેર પર ફોકસ રહેશે. તમને જણાવી દઈએ કે મંગળવારે રિલાયન્સ પાવરનો શેર 1 ટકા વધીને 39 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. હવે SECI તરફથી રાહત મળ્યા બાદ કંપનીના શેરમાં વધુ વધારો થવાની ધારણા છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ પાવરને નવા કોન્ટ્રાક્ટ અને ટેન્ડર મળી રહ્યા છે.
શેરબજારને આપેલી માહિતી
દરમિયાન, રિલાયન્સ પાવરે સ્ટોક એક્સચેન્જને કરેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે SECIની પ્રતિબંધ નોટિસ પાછી ખેંચી લેવા સાથે, ‘કંપની અને તેની પેટાકંપનીઓ SECI દ્વારા જારી કરાયેલા તમામ ટેન્ડરોમાં ભાગ લેવા માટે પાત્ર છે. જોકે, રિલાયન્સ NU BESS લિમિટેડ (અગાઉનું મહારાષ્ટ્ર ઊર્જા ઉત્પદન લિમિટેડ) તેમાં સામેલ નથી.