અંબાલાલ પટેલની આગાહીઃઆ તારીખે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે રાજ્યના 209 તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ હતું. આજે વહેલી સવારથી રાજ્યના ઘણા તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો…

Varsad 1

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે રાજ્યના 209 તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ હતું. આજે વહેલી સવારથી રાજ્યના ઘણા તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. તે સમયે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે આગામી 9 થી 12 તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદ ચાલુ રહેશે. 10 તારીખની આસપાસ એક સિસ્ટમ આવશે. જેના કારણે 12 તારીખ સુધીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આજથી બે-ત્રણ દિવસ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં ઉત્તર-પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં હળવા વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદ-ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આગામી 9 થી 10 તારીખ દરમિયાન એક સિસ્ટમ આવશે. જેના કારણે 9 થી 12 તારીખ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. તો કચ્છમાં પણ ભારે વરસાદ પડશે.