અંબાલાલ પટેલની આગાહી… તારીખથી ગુજરાતમાં શરૂ થશે ધમાકેદાર રાઉન્ડ..કયા કયા વિસ્તારમાં વરસાદ ભૂક્કા કાઢશે?

આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે 4 થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની…

Varsad

આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે 4 થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સપ્ટેમ્બરની શરૂઆતમાં જ આવી છે. નવી આગાહી મુજબ, વરસાદ આગામી તહેવારોને બગાડશે.

અંબાલાલના જણાવ્યા મુજબ, નવરાત્રિ દરમિયાન ગરમી અને વરસાદી વાતાવરણ રહેશે. છઠ્ઠા નોરતાથી દશેરા સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી ઝાપટા પડશે. એટલું જ નહીં, દિવાળીની આસપાસ પણ વાદળછાયું વાતાવરણ રહેશે. નવેમ્બરની શરૂઆત સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહી શકે છે. ગુજરાતની આસપાસ બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ સર્જાયો છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. દરિયામાં ગતિવિધિને કારણે મોટા મોજા ઉછળશે. ભાદરવી પૂનમ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડશે. ૫ થી ૯ સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસુન ટ્રફ બંને રચાયા છે. જે બિકાનેરમાંથી પસાર થઈ રહ્યા છે. આ ઉપરાંત ઉત્તર કોંકણ પર પણ સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે. જેના કારણે આગામી સાત દિવસ સુધી આ સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે. આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં વરસાદ પડશે. ત્યારબાદ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. સુરતમાં પણ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનવું છે કે, વરસાદી મોસમ ચાલુ રહેશે. ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. સપ્ટેમ્બર શરૂ જ થયો છે, પરંતુ વરસાદમાં કોઈ ઘટાડો થયો નથી.

ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે. તેની અસર રાજ્યમાં અનુભવાઈ રહી છે. ગુજરાતની આસપાસ બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. માછીમારોને 3 સપ્ટેમ્બર સુધી દક્ષિણ કિનારાના કેટલાક ભાગોમાં દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. ઓગસ્ટમાં રેકોર્ડ વરસાદ પછી, આ ચોમાસુ વધુ તીવ્ર બની રહ્યું છે, જેમાં ઉત્તરાખંડ, હિમાચલ અને ગુજરાત જેવા વિસ્તારો માટે ખાસ ચેતવણીઓ જારી કરવામાં આવી છે. આ વરસાદના કારણોમાં પશ્ચિમી વિક્ષેપ અને લો-પ્રેશર સિસ્ટમનો સમાવેશ થાય છે.