અંબાલાલ પટેલની ભયાનક આગાહી : ગુજરાતની નદીઓમાં પૂર આવશે,આ તારીખે આવશે અતિભારે વરસાદ

અંબાલાલ પટેલે નક્ષત્રો અનુસાર આગાહી કરતા જણાવ્યું હતું કે 22 જૂને સવારે સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આદ્રા નક્ષત્રનું પાણી ખેતી માટે સારું માનવામાં આવે…

Ambalal patel

અંબાલાલ પટેલે નક્ષત્રો અનુસાર આગાહી કરતા જણાવ્યું હતું કે 22 જૂને સવારે સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આદ્રા નક્ષત્રનું પાણી ખેતી માટે સારું માનવામાં આવે છે. 21, 22, 23 જૂને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે. આદ્રા નક્ષત્ર અસ્ત થયા પછી 2-3 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 24 થી 30 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. તેથી, નીચાણવાળા વિસ્તારમાં સાવચેતી રાખવાની જરૂર છે.

અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત, મહેસાણાના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તો સાબરકાંઠા, પંચમહાલમાં છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે. મહિસાગર અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે.

સૂર્ય આદ્રા નક્ષત્રમાંથી ભારે વરસાદ લાવી રહ્યો છે. ત્યારબાદ, 24 થી 30 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં વહેતા પાણીના પ્રવાહને કારણે ગુજરાતમાં વ્યાપક ભારે વરસાદ થવાની સંભાવના છે. ભારે વરસાદને કારણે રાજ્યની ઘણી નદીઓમાં પૂર પણ આવી શકે છે. સાબરમતી અને નર્મદા જેવી નદીઓના જળસ્તરમાં વધારો થઈ શકે છે.