રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, ખેડૂતો-ખેલૈયાઓની ચિંતા વધી

ગુજરાતમાં ચોમાસા લગભગ વિદાય લેશે તેવું તેવું વાતાવરણ સર્જાયું છે. ભાદરવાનો તાપ શરૂ થયો છે. વરસાદ નહીં પડવાના કારણે રાજ્યભરમાં ભાદરવાની ગરમીનો અનુભવ થઇ રહ્યો…

ગુજરાતમાં ચોમાસા લગભગ વિદાય લેશે તેવું તેવું વાતાવરણ સર્જાયું છે. ભાદરવાનો તાપ શરૂ થયો છે. વરસાદ નહીં પડવાના કારણે રાજ્યભરમાં ભાદરવાની ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. જ્યારે રાત્રીના સમયે આછી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે.

રાજ્યમાં વરસાદનો ફરી નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 16 મી સપ્ટેમ્બરે બનેલી સિસ્ટમ 18 સપ્ટેમ્બર આસપાસ ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધશે. 18થી 21 સપ્ટેમ્બરે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, તારીખ 18મીથી લઈને 21મી સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના પૂર્વ અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદ વરસી શકે છે. નવરાત્રિમાં પણ વરસાદ ‘વિલન’ તેવી આગાહી કરી છે.

બીજી તરફ વરસાદી સિસ્ટમ ન હોવાથી આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરી છે.

આ જિલ્લામાં વરસાદની આગાહી
પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તા. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. તેમજ તા. 10 ઓક્ટોમ્બરથી તા. 13 ઓક્ટોમ્બર દરમ્યાન બંગાળનાં ઉપ સાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. તેમજ નવરાત્રી દરમ્યાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.

ડિસેમ્બરમાં ઠંડી આકરી પડશે
અંબાલાલ પટેલે શિયાળા માટે પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આ વખતે શિયાળો વહેલો શરૂ થશે. અલ નીનોની અસરના કારણે ભારત આસપાસનો દરિયો વધુ ઠંડો રહેશે. જેને કારણે 3 ડિસેમ્બરથી રાજ્યભરમાં ઠંડીનો કહેર વર્તાશે. 22 ડિસેમ્બરથી ઠંડીનો પ્રકોપ વધશે. આ વર્ષનો શિયાળો લાંબો પણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *