અંબાલાલ પટેલે તારીખે સાથે વાવાઝોડાની આપી ચેતવણી

હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી એક અઠવાડિયા સુધી રાજ્યનું તાપમાન શુષ્ક રહેશે. હવામાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. તેથી, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14…

Ambalal patel

હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી એક અઠવાડિયા સુધી રાજ્યનું તાપમાન શુષ્ક રહેશે. હવામાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. તેથી, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે. જ્યારે નલિયા 10 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો, સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ તાપમાન સામાન્યથી નીચે જોવા મળ્યું છે. આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ સાથે, આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે. જ્યારે આગામી દિવસોમાં હવામાન શુષ્ક રહેશે, તેથી હાલમાં વરસાદની કોઈ ચેતવણી નથી.

બીજી તરફ, હવામાન નિષ્ણાતે ભયંકર ઠંડી વચ્ચે તોફાનની આગાહી કરી છે. તેમણે કહ્યું કે ડિસેમ્બરના અંતમાં બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે હળવું ચક્રવાત બની શકે છે. 24 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં પણ ગતિવિધિ જોવા મળશે. બંગાળ અને અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમને કારણે 22 ડિસેમ્બર પછી વાવાઝોડું આવી શકે છે. 16-17 તારીખે વાદળો છવાઈ જવાની પણ શક્યતા છે.

ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધુ વધશે. 16 અને 17 ડિસેમ્બરથી તાપમાનમાં ફેરફાર થશે અને 22 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડી વધશે. જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે.

અંબાલાલ પટેલે ચેતવણી આપી હતી કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 10-11 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો બનાસકાંઠાના કેટલાક ભાગોમાં તાપમાન 10-11 ડિગ્રી રહેવાની શક્યતા છે. કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન 10 ડિગ્રી રહેશે. ઉત્તર ગુજરાતના સમી, પાટણના હારિજ અને મહેસાણામાં ઠંડી રહેશે. તો પંચમહાલ અને મહિસાગરમાં પણ ઠંડી રહેવાની શક્યતા છે.

જાન્યુઆરીની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાનો છે. જેના કારણે 6 જાન્યુઆરી સુધીમાં ફરી વાદળછાયું વાતાવરણ રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 18 થી 24 ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે અને બંગાળની ખાડીમાં આ અરીસામાં એક ડિપ્રેશન બનશે. તેની ભેજની અસરને કારણે ચક્રવાતી પરિભ્રમણ અને અરબી સમુદ્રમાં હળવા ભેજને કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપ સર્જાશે.