અંબાલાલ પટેલની ભરે શિયાળે વરસાદની આગાહી..ગુજરાતમાં આગામી 3 દિવસ છે ખુબ જ ભારે

અંબાલાલ પટેલે સમગ્ર શિયાળા દરમિયાન વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર…

Ambalal patel

અંબાલાલ પટેલે સમગ્ર શિયાળા દરમિયાન વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર બનતું હોવાથી, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભેજને કારણે મહારાષ્ટ્ર અને ગોવાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાત પર આવનારું મોટું સંકટ હાલ પૂરતું ટળી ગયું છે. હવામાનમાં બે સિસ્ટમ નબળી પડી ગઈ હોવાથી, હાલમાં વરસાદની કોઈ શક્યતા નથી. પરંતુ જો તમે માનતા હોવ કે ફેબ્રુઆરી શાંતિથી પસાર થશે, તો એવું ન વિચારો. ફેબ્રુઆરીમાં ફરીથી હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે.

હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ, ગુજરાત તરફ આવતી સંભવિત સિસ્ટમ નબળી પડી ગઈ છે. તેથી રાજ્યમાંથી માવઠાનો ખતરો હાલ પૂરતો ટળી ગયો છે. જેથી આગામી સમયમાં આ સિસ્ટમ નબળી પડી જશે, હવે ખેડૂતોને માવઠાથી રાહત મળશે. પરંતુ આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. તેથી આગામી સમયમાં માવઠા ફરી આવી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીની શરૂઆતમાં બંગાળની ખાડીમાં નીચા દબાણના કારણે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ભેજથી ઘેરાયેલા મહારાષ્ટ્ર અને ગોવાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. એક સંકટ ટળી ગયું છે, જ્યારે બીજી કટોકટી આવી રહી છે. હવામાન વિભાગે 2 અને 3 ફેબ્રુઆરીએ શીત લહેરની આગાહી કરી છે. આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ શક્યતા છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ઠંડીનું મોજુ ફરી વળશે. આ સમયગાળા દરમિયાન, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, હવામાનમાં મોટો ફેરફાર થશે. આ સમયગાળો ખેડૂતો માટે સાવચેતીનો સમયગાળો હોવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાંચ મીમીથી એક ઇંચ સુધી વરસાદ પડી શકે છે.