ગુજરાત પર ભરશિયાળે ઠંડી સાથે માવઠાની અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં ઠંડીને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. 14…

ગુજરાતમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં ઠંડીને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. 14 ડિસેમ્બરથી હવામાન બદલાશે. 16 અને 17 ડિસેમ્બરથી વાતાવરણમાં હળવા વાદળો જોવા મળશે. 16 ડિસેમ્બરે ઠંડીમાં થોડી રાહત મળશે. કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 17-20 ની આસપાસ રહેશે. આ દિવસોમાં દરિયાકાંઠાના ભાગોમાં પણ ઠંડી રહેશે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ડિસેમ્બરમાં હવામાન તોફાની રહેશે. તેમણે કહ્યું કે 19-21 ડિસેમ્બર દરમિયાન વાદળો છવાયેલા રહેશે. 16 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશથી રાજસ્થાન સુધી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. ઉત્તરીય પર્વતીય ભાગોમાં 2 ઇંચ સુધી કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

22 ડિસેમ્બર સુધીમાં, ગુજરાતમાં હવામાન બદલાશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. ૨૭મીએ ઠંડી વધુ તીવ્ર બનશે અને હવામાન ફરી બદલાશે. જાન્યુઆરી મહિનામાં મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેશે. પરંતુ ૧૧મી જાન્યુઆરીની આસપાસ હાડ ઠંડક આપતી ઠંડી વધુ તીવ્ર બનશે. જાન્યુઆરીમાં પશ્ચિમી વિક્ષેપને કારણે વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસની શક્યતા રહેશે.

જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે. અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ૧૦-૧૧ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કડકડતી ઠંડી વચ્ચે તોફાનની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે ડિસેમ્બરના અંતમાં બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે હળવું ચક્રવાત બની શકે છે. ૨૪મી ડિસેમ્બરે અરબી સમુદ્રમાં પણ ગતિવિધિ જોવા મળશે.