અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલ (22 ઓગસ્ટ) થી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવો વરસાદ પડશે. પરંતુ 24 થી 27 ઓગસ્ટ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આફત લાવશે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 10 ઈંચ સુધી વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે.
અંબાલાલની આગાહી
અંબાલાલ પટેલની છેલ્લી આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું છે કે 23 થી 26 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડશે. કારણ કે બિહાર અને બંગાળ તરફનું લો પ્રેશર મધ્યપ્રદેશ અને ગુજરાતમાં રહેશે. અરબી સમુદ્રની સિસ્ટમ મજબૂત બનશે, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. 26મી પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમ્બરના દિવસે અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની સંભાવના રહેશે.
તેમણે એમ પણ કહ્યું કે 24 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર ભારત, પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છમાં લો પ્રેશરના વિશાળ વિસ્તારમાં વરસાદ પડશે. સાયક્લોનિક સર્ક્યુલેશનથી ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થવાની સંભાવના છે.
અંબાલાલ પટેલે 20 થી 25 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મનમુકીને વરસાવશે. આગામી સપ્તાહે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગે કરી છે. આગામી 48 કલાક માટે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર બાદ વરસાદી સિસ્ટમ ધીમી પડતા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડશે.