સુરત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં બે કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ છે. આજે બપોરે ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલીયા ઓફિસમાં આવ્યા હતા. ત્યારબાદ ચા-નાસ્તાના મુદ્દે પટાવાળા સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ પટાવાળાએ ખજાનચી શૈલેષ જરીવાલાને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ ખજાનચી શૈલેષ અને દિનેશ સાવલીયા વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. ત્યારબાદ દિનેશ સાવલીયાએ શૈલેષ જરીવાલાને થપ્પડ મારી હતી.
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. પરેશ પટેલે કહ્યું કે તેમને આ ઘટના વિશે વધુ ખબર નથી. જો શિસ્તભંગ થયો હોય તો કાર્યવાહી કરવામાં આવશે.
સુરતમાં ભાજપ કાર્યાલયમાં બે કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી#bjp #suratbjp pic.twitter.com/3B7fJEtPV2
— ABP Asmita (@abpasmitatv) October 8, 2025
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલીયાએ જાહેરમાં ખજાનચી શૈલેષ જરીવાલાને થપ્પડ મારી હતી. આ ઘટના બાદ કાર્યાલયમાં હાજર અન્ય લોકોએ દરમિયાનગીરી કરીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના ભાજપ કાર્યાલયના બીજા માળે આવેલા વેઇટિંગ રૂમમાં બની હતી. શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને કહ્યું કે હું ખજાનચી છું અને મારે બધું જોવું પડશે, તમારે અહીં વધુ ફરવું નહીં.
ત્યાં હાજર અન્ય કામદારો પણ બંને વચ્ચેની આ વાતચીત જોઈ રહ્યા હતા. ત્યારબાદ શૈલેષે અચાનક દિનેશને ધક્કો માર્યો. ત્યારબાદ દિનેશે દલીલ શરૂ કરી. વાયરલ વીડિયોમાં બંને સામસામે આવતા જોવા મળે છે.

