ગુજરાત માટે કાતિલ ઠંડી અને માવઠાને લઈને અંબાલાલની ભયાનક આગાહી..આવનારા દિવસો ખુબ જ ભારે!

અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનની આગાહી કરી છે. અંબાલાલે કહ્યું છે કે ડિસેમ્બર અડધો થઈ ગયો હોવા છતાં, અપેક્ષા મુજબ ઠંડી પડી રહી નથી. હાલમાં લઘુત્તમ…

Thandi

અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનની આગાહી કરી છે. અંબાલાલે કહ્યું છે કે ડિસેમ્બર અડધો થઈ ગયો હોવા છતાં, અપેક્ષા મુજબ ઠંડી પડી રહી નથી. હાલમાં લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થવાની સંભાવના છે. પશ્ચિમી વિક્ષેપ ધીમે ધીમે આવશે. તાજેતરમાં આવેલો પશ્ચિમી વિક્ષેપ આવ્યો ત્યારે વાદળો અને થોડા વરસાદની આશા હતી, પરંતુ એક એન્ટી-સાયક્લોન ઉપરના ભાગમાં પશ્ચિમી વિક્ષેપને ખલેલ પહોંચાડી રહ્યું છે. જેના કારણે ગુજરાતમાં વાદળો આવતા નથી. પરંતુ 21 તારીખ સુધીમાં ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા છે.

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. માત્ર વહેલી સવાર અને મોડી રાત્રે તાપમાનમાં એક ડિગ્રી જેટલો ઘટાડો થાય છે અને ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. ડિસેમ્બરના 20 દિવસ વીતી ગયા હોવા છતાં, રાજ્યમાં હજુ સુધી તીવ્ર ઠંડીનો અનુભવ થયો નથી. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં દિવસનું તાપમાન 30 થી 32 ની વચ્ચે રહે છે. જેથી શિયાળામાં પણ ઉનાળા જેવી ગરમીનો અનુભવ થાય છે.

જોકે, આ બધા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરી છે. અંબાલાલના અંદાજ મુજબ, જાન્યુઆરીમાં ગરમીનો પારો ગગડતાં ગુજરાતમાં હાડ ઠંડક આપતી ઠંડીનો અનુભવ થશે. ડિસેમ્બરના અંતથી જાન્યુઆરીમાં હાડ ઠંડક આપતી ઠંડીનો અનુભવ થશે. જાન્યુઆરીમાં જીવલેણ ઠંડીની શક્યતા છે. અંબાલાલ પટેલે ૧૧ જાન્યુઆરી પછી ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે. હિમાચલમાં હિમવર્ષા અને ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે, ડિસેમ્બર અને જાન્યુઆરીના અંતમાં ગુજરાતમાં જીવલેણ ઠંડીનો અનુભવ થઈ શકે છે.

અંબાલાલ પટેલની નવી આગાહી ખતરનાક છે. અત્યાર સુધી તેમણે શિયાળાની મધ્યમાં ભારે હિમવર્ષાની આગાહી કરી છે. પરંતુ હવે તેમણે કડકડતી ઠંડી વચ્ચે કરા પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે આગામી ૭ દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. આગામી ૩ દિવસમાં તાપમાનમાં ધીમે ધીમે ૨ થી ૩ ડિગ્રીનો વધારો થશે. ૩ દિવસ પછી, તાપમાનમાં ફરી ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થશે. જેમ જેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે, તેમ તેમ ફરી ઠંડીનો અનુભવ થશે. અમરેલીનું લઘુત્તમ તાપમાન ૧૨.૬ ડિગ્રી નોંધાયું હતું.

નવી આગાહીમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલુ રહેશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા રહેશે. કેટલીક જગ્યાએ કરા પડવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા પડવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 22, 23 અને 24 ડિસેમ્બરે ભારે ઠંડી પડવાની શક્યતા રહેશે. એમ કહી શકાય કે આ તારીખોમાં રવિ પાક માટે ઠંડી સારી રહેશે. જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આગમનને કારણે વધુ ઠંડી અનુભવાશે. રાત્રિનું તાપમાન ઠંડુ રહેશે.