ગુજરાતમાં માવઠું કરશે ખેદાનમેદાન! અંબાલાલની નવી આગાહી

સોમવારથી રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસથી તાપમાનમાં વધારો થતાં ઠંડીથી આંશિક રાહત મળી છે. હાલમાં ગરમ ​​પવનો ફૂંકાતા…

Varsad1

સોમવારથી રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસથી તાપમાનમાં વધારો થતાં ઠંડીથી આંશિક રાહત મળી છે. હાલમાં ગરમ ​​પવનો ફૂંકાતા ઠંડીમાં ઘટાડો થયો છે. પરંતુ આગાહી મુજબ, સોમવારથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે. ત્રણ દિવસ પછી, તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જેનો અર્થ એ કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી ઠંડી શરૂ થશે અને ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધીમાં, હાડ ઠંડક આપતી ઠંડી પડી શકે છે.

ગુજરાતમાં ફરીથી માવઠાનો ભય મંડરાઈ રહ્યો છે. ગઈકાલે સાબરકાંઠા અને આજે બનાસકાંઠામાં વરસાદથી ખેડૂતો ચિંતિત છે. અને આ દરમિયાન, આગાહી કરનાર રમણીક વામજાએ પણ એક જ મહિનામાં બે માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હવામાનમાં ફેરફાર થશે. 7 થી 10 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે. હળવો વરસાદ પડી શકે છે. આ સાથે, 23 થી 27 ડિસેમ્બર દરમિયાન વરસાદ પણ આવી શકે છે.

ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. 6 થી 8 ડિસેમ્બરની આસપાસ હવામાનમાં ફેરફાર થઈ શકે છે. ઉપરાંત, 8 થી 18 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં શીત લહેરની શક્યતા છે. 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. ત્યારબાદ, જાન્યુઆરીની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપની આગાહી છે. જેના કારણે 6 જાન્યુઆરી સુધીમાં ફરીથી વાદળછાયું વાતાવરણ રહેશે.

ગુજરાતના વિવિધ ભાગોમાં ફેબ્રુઆરી અને માર્ચમાં પણ ઠંડીનું મોજું ફરી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ અને દાદરા નગર હવેલી સહિત ગુજરાતમાં હવામાન શુષ્ક રહ્યું હતું. ઉત્તરપૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એક સિસ્ટમ આવી ગઈ છે. પશ્ચિમી વિક્ષેપની અસર દૂર થતાં, જીવલેણ ઠંડી વેગ પકડી રહી છે. તેથી, જાન્યુઆરીમાં પણ હાડકું ઠંડક આપવાની શક્યતા છે. ૧૧ અને ૧૨ જાન્યુઆરી પછી પણ ઠંડીનો માહોલ રહેશે, ૨૬ નવેમ્બર પછી લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી અને પછી ૧૭ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

અંબાલાલની આગાહી મુજબ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં અખાતમાં ચક્રવાત બનવાની પણ શક્યતા છે. જોકે, ગુજરાત પર તેની સીધી અસર ઓછી થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ સાથે, રાજ્યમાં ઠંડીમાં પણ વધઘટ જોવા મળી શકે છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં પણ પશ્ચિમી વિક્ષેપોની અસર જોવા મળી શકે છે. જેના કારણે હવામાન વારંવાર બદલાઈ શકે છે.