ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ્સ, આ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

દેશભરમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. જોકે, આ દરમિયાન, હવામાન વિભાગે ગુજરાતમાં મેઘરાજા વિદાય લે તે પહેલાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી…

Varsad

દેશભરમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. જોકે, આ દરમિયાન, હવામાન વિભાગે ગુજરાતમાં મેઘરાજા વિદાય લે તે પહેલાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં 15 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન રાજ્યમાં 30-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે, 16 સપ્ટેમ્બરે ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

૧૭ સપ્ટેમ્બરે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. ૧૫ થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

જ્યારે ૧૮-૧૯ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે. આ બે દિવસ દરમિયાન ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.