આગામી 4 દિવસ ભારે! સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને આગામી 4 થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી…

Varsadstae

હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને આગામી 4 થી 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

સિંચાઈ વિભાગના એક અધિકારીએ પ્રદેશવાર બંધોમાં પાણીના સંગ્રહની સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે બેઠકમાં જણાવ્યું હતું કે રાજ્યના 206 જળાશયોમાંથી 111 જળાશયો હાઇ એલર્ટ પર છે, 27 જળાશયો એલર્ટ પર છે અને 09 જળાશયો ચેતવણીના સ્તરે છે. આ ઉપરાંત, સરદાર સરોવર નર્મદા નિગમના એક અધિકારીએ સરદાર સરોવર સંગ્રહ વિશે પણ માહિતી આપી હતી.