મેઘ તાંડવના એંધાણ ! અંબાલાલ પટેલે કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર હવામાનને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 26 ઓગસ્ટથી 28 ઓગસ્ટ…

Ambalal patel

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર હવામાનને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે. અંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 26 ઓગસ્ટથી 28 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યભરમાં મેઘરાજા અવિરતપણે વરસી રહ્યા છે. ત્યારે સતત વરસાદને કારણે રાજ્યના મોટાભાગના ડેમોમાં પુષ્કળ પાણી આવ્યું છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે. ઉપરાંત, સતત વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનો સારો પ્રવાહ જોવા મળ્યો છે. આ વખતે સારા વરસાદને કારણે ખેડૂતો પણ ખુશ થયા છે.

આગામી 7 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. 25 ઓગસ્ટે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. દરિયા કિનારે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. દરિયા કિનારે આવેલા બંદરો પર સિગ્નલ-3 લગાવવામાં આવ્યો છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, મહેસાણા, મોરબી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે.

હવામાન વિભાગે ઘણા વિસ્તારોમાં વધુ પાણી આવવાની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતા વચ્ચે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો હતો. અરબી સમુદ્રમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા જોવા મળ્યા હતા. ભારે વરસાદની આગાહી બાદ ઓખા બંદર માટે પણ સિગ્નલ નંબર 3 લગાવવામાં આવ્યો છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.