આવી રહ્યો છે વરસાદનો સૌથી મોટો રાઉન્ડ..આગામી 7 દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યભરમાં મેઘરાજા મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે રાજ્યના મોટાભાગના બંધોમાં પુષ્કળ પાણી ભરાઈ ગયું છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને…

Varsad

રાજ્યભરમાં મેઘરાજા મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે રાજ્યના મોટાભાગના બંધોમાં પુષ્કળ પાણી ભરાઈ ગયું છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો ભરવાની સમસ્યા સર્જાઈ છે. તેમજ સતત વરસાદને કારણે નદી-નાળાઓમાં પાણીનો સારો પ્રવાહ આવ્યો છે. આ વખતે સારા વરસાદને કારણે ખેડૂતો પણ ખુશ થયા છે.

હવામાન વિભાગની આગાહી

આગામી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 25 ઓગસ્ટે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. દરિયા કિનારે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. દરિયા કિનારે આવેલા બંદરો પર સિગ્નલ-3 લગાવવામાં આવ્યો છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, મહેસાણા, મોરબી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે ઘણા વિસ્તારોમાં વધુ પાણી રહેશે. ભારે વરસાદની શક્યતા વચ્ચે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો હતો. અરબી સમુદ્રમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા જોવા મળ્યા હતા. ભારે વરસાદની આગાહી બાદ, ઓખા બંદર પર સિગ્નલ નંબર 3 ચાલુ છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.