છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. ઘણા શહેરોમાં તાપમાન વધવા લાગ્યું છે અને ગરમી વધી રહી છે. બીજી તરફ, રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે. નવી સિસ્ટમ બનવાની સાથે રાજ્યમાં મેઘરાજાનો માહોલ રહેશે.
ગુજરાતમાં ફરી વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદ પડશે. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આ આગાહી કરી છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી છે. જે મુજબ, 9 થી 11 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હળવા વરસાદના ઝાપટા પડશે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 15 ઓગસ્ટથી દરિયાની સ્થિતિ અનુકૂળ બની રહી છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે, જે પૂર્વ મધ્યપ્રદેશથી ગુજરાતમાં વરસાદ લાવશે. 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ થવાની સંભાવના છે.
આ નવી સિસ્ટમ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવશે. જૂનાગઢ, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હળવો વરસાદ પડી શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ, હળવદ, મોરબી અને ધ્રાંગધ્રામાં ભારે વરસાદ પડી શકે છે. પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 22 થી 24 ઓગસ્ટ દરમિયાન પર્વતીય વાદળ બનશે અને જ્યાં પણ તે ઉગે ત્યાં વધુ વરસાદ લાવશે. પર્યુષણમાં વરસાદની શક્યતા રહેશે. ગણેશ ચતુર્થીની આસપાસ કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. અંબાજીના પર્વતીય વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 29 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.

