ગુજરાતમાં છોતરાં કાઢી નાંખશે! આગામી 7 દિવસ આંધી-તોફાન સાથે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાશે અને વાવાઝોડાની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને…

Varsadstae

ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાશે અને વાવાઝોડાની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને 28 જૂન સુધી દરિયામાં ન જવા ચેતવણી આપી છે. રાજ્યના ઘણા બંધ હાઇ એલર્ટ અને ચેતવણીની સ્થિતિમાં પહોંચી ગયા છે. બીજી તરફ, અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. 26 જૂનથી 1 જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં નદીઓ છલકાઈ જવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકવાની ચેતવણી જારી કરી છે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અશોક કુમાર દાસના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, મહિસાગર, વડોદરા, દાહોદ, ભરૂચ, નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

બીજી તરફ, અમરેલી, જામનગર, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 25 જૂને સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવશે. 26 જૂને બનાસકાંઠા અને સાબરકાંઠા માટે અને 27 જૂને સાબરકાંઠા અને અરવલ્લી માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે હાલમાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોખમ છે. મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારબાદ પંચમહાલ જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. મહિસાગર જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

૨૫ જૂનથી મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. ૨૬ જૂનથી જુલાઈના પહેલા અઠવાડિયા સુધી બંગાળની ખાડીમાંથી આવતા ભારે વરસાદના પ્રવાહને કારણે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાતની અન્ય નદીઓમાં પૂર આવી શકે છે, કેટલાક ભાગોમાં પાણી ભરાઈ શકે છે. નર્મદાના બંને કાંઠે પણ પૂર આવી શકે છે. સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધવાની સંભાવના છે. આ ઉપરાંત કાવેરી નદીમાં તાપી નદીમાં પાણીનું સ્તર વધવાની સંભાવના છે.