એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે

આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાક સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.…

Varsad 1

આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાક સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે કારણ કે એક સાથે 2 સિસ્ટમ સક્રિય થઈ છે. દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધીનો એક ટ્રફ અને ઉત્તર પૂર્વ રાજસ્થાન પર એક ચક્રવાતી પરિભ્રમણ સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે.

હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. પવનની ગતિ 40 થી 50 કિમી રહેશે. બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 22 જૂને સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કર્યા પછી, રાજ્યમાં ફરીથી વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે એક નવું નિવેદન આપતા કહ્યું કે ગુજરાતની નદીઓમાં પૂર આવવાથી વરસાદ પડશે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 81 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં પંચમહાલના જાંબુઘોડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારબાદ છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. આણંદના પેટલાદમાં 4.5 ઇંચ, વલસાડના કપરાડામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. તો ગુજરાતના 23 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

અરબી સમુદ્રમાં સક્રિય થયેલ ચક્રવાતી પરિભ્રમણ ગુજરાત ઉપર આવી ગયું છે. પરિણામે, દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં 22 જૂન સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહી બાદ, સુરત, નર્મદા, ભરૂચ અને સૌરાષ્ટ્રના ભાવનગર અને દ્વારકા જેવા જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત, મહેસાણાના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તો સાબરકાંઠા, પંચમહાલમાં પણ છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે. મહીસાગર અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે.