ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા….અંબાલાલ પટેલ

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે, અને તેની મહત્તમ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં ગઢડામાં સૌથી…

Ambalal patel

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે, અને તેની મહત્તમ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં ગઢડામાં સૌથી વધુ 13.9 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 24 કલાકમાં પાલિતાણામાં 11.9 ઇંચ, સિહોરમાં 11.6, બોટાદમાં 11 ઇંચ અને ભાવનગરના જેસરમાં 10.7 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

જેમાં તેમણે આજે અને આવતીકાલે બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ભારે વરસાદની શક્યતા સાથે, અંબાલાલ પટેલે રાજ્યમાં પૂર જેવી સ્થિતિની શક્યતા પણ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ આજથી એટલે કે મંગળવારથી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. તેમણે જૂનના અંતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે. જૂનના છેલ્લા અઠવાડિયામાં

ખેડૂત મિત્ર અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહે છે કે ૧૭, ૧૮ અને ૧૯ જૂનના રોજ ઘણા ભાગોમાં વરસાદ પડશે, કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર, જૂનાગઢ, નવસારી, સુરત, વલસાડ, ખંભાત, નર્મદાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, તેમણે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલ કહે છે કે ૧૭ થી ૧૯ જૂન દરમિયાન મધ્ય ગુજરાતના નડિયાદ, આણંદ, કપડવંજ, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, હિંમતનગર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.