શેરબજાર ખુલતાની સાથે જ ક્રેશ થયું, સેન્સેક્સ 1100 પોઈન્ટથી વધુ ઘટ્યો, શું છે કારણ?

અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઈરાન પર ઈઝરાયલના હુમલાને કારણે શેરબજારમાં તણાવ વધ્યો. સેન્સેક્સ ૧૧૦૦ પોઈન્ટથી વધુ…

Market 2

અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઈરાન પર ઈઝરાયલના હુમલાને કારણે શેરબજારમાં તણાવ વધ્યો. સેન્સેક્સ ૧૧૦૦ પોઈન્ટથી વધુ ઘટ્યો છે.

ઈરાન પર ઈઝરાયલના હુમલાથી રોકાણકારોની ભૂરાજકીય પરિસ્થિતિ અંગે ચિંતા વધી ગઈ છે, જેના કારણે બજારમાં વેચવાલીનો માહોલ છે. બજાર ખુલતાની સાથે જ નિફ્ટી ઓટો, બેંક, ઉર્જા, આઇટી, રિયલ્ટી, મેટલ, ઓઇલ એન્ડ ગેસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા તમામ મુખ્ય ક્ષેત્રોમાં ઘટાડો નોંધાયો. આ બધા ક્ષેત્રીય સૂચકાંકોમાં 1% થી વધુનો ઘટાડો થયો છે.