અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું AI 171 પ્લેન ક્રેશ, વિજય રૂપાણી પ્લેનમાં સવાર હતા

૧૭૧-એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન અમદાવાદ શહેરના મેઘાણીનગર આઇજીપી કમ્પાઉન્ડમાં ક્રેશ થયું છે. આ વિમાન બપોરે ૧.૩૮ વાગ્યે ઉડાન ભરી હતી અને ૧.૪૦ વાગ્યે ક્રેશ થઈને…

Air india plane crash

૧૭૧-એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન અમદાવાદ શહેરના મેઘાણીનગર આઇજીપી કમ્પાઉન્ડમાં ક્રેશ થયું છે. આ વિમાન બપોરે ૧.૩૮ વાગ્યે ઉડાન ભરી હતી અને ૧.૪૦ વાગ્યે ક્રેશ થઈને ઇમારત સાથે અથડાયું હતું. આ વિમાનમાં લગભગ ૨૦૦ મુસાફરો અને માલસામાન હતા.

ફાયર બ્રિગેડ અને પોલીસને એક સંદેશ મળ્યો છે. જેના પગલે તેઓ ઘટનાસ્થળે રવાના થયા છે. આ અકસ્માત બાદ બધા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

જે ઇમારતમાં વિમાન ક્રેશ થયું હતું તે સિવિલમાં ડોકટરો માટે હતું
બધા મૃતદેહો બળી ગયેલી હાલતમાં છે. જે ઇમારતમાં વિમાન ક્રેશ થયું હતું તે સિવિલમાં ડોકટરો માટે હતું. બધાને બચાવી લેવામાં આવ્યા છે અને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે. લોકોના મૃતદેહો ઓળખી શકાય તેવી સ્થિતિમાં પણ નથી.