વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની ભયાનક આગાહી…પવનની ગતિ એટલી હશે કે કાચા મકાનના છાપરા ઉડી જશે’

ગુજરાત તરફ આવી રહેલા વાવાઝોડા અંગે રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભયાનક આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી અરબી સમુદ્રમાં…

Ambalals

ગુજરાત તરફ આવી રહેલા વાવાઝોડા અંગે રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભયાનક આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે.

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી વાતાવરણ રહેશે, 21 અને 22 મેના રોજ ભારે વરસાદની આગાહી છે, આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, વીજળીના કડાકા અને 40-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, 22 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે 22 મેથી વાવાઝોડા અને વરસાદની આગાહી કરી હોવાથી, જિલ્લામાં ખાસ કરીને વાવાઝોડાની સ્થિતિ અને વરસાદની સ્થિતિનો સામનો કરવા માટે વહીવટીતંત્ર દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી છે, પાલનપુર શહેરમાં વરસાદ અને વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા માટે શું તૈયારીઓ છે.

૨૩, ૨૪, ૨૫ મે સામાન્ય વરસાદ પડી શકે છે, ૨૬ અને ૨૭ છૂટાછવાયા વરસાદ પડી શકે છે, અરબી સમુદ્રમાં ઉપલા હવાના ચક્રવાતી પરિભ્રમણને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે, આગામી ૧૨ કલાક પછી અરબી સમુદ્રમાં લો પ્રેશર અને ૩૬ કલાક પછી ડિપ્રેશન સર્જાશે, આ સ્થિતિમાં ભારે વરસાદ પડી શકે છે, માછીમારોને ૫ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવે છે.

આગામી ૨૪ કલાકમાં લો પ્રેશર વાવાઝોડું બનવાની શક્યતા છે. જેના કારણે દરિયામાં પવન ૫૦-૬૦ કિમીની ગતિએ ફૂંકાશે અને ધીમે ધીમે પવનની ગતિ ૧૦૦ કિમી સુધી પહોંચશે. આગામી ૨૩-૨૪-૨૫ મે સુધીમાં આ સિસ્ટમ સમુદ્રમાં ફરશે અને તેના કારણે મુંબઈ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં લગભગ ૧૫ ઇંચ વરસાદ પડશે.