ગુજરાતમાં આગામી ત્રણ કલાક ખૂબ જ ભારે! આ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ; વાવાઝોડા જેવો પવન ફૂંકાશે!

આગામી ત્રણ કલાક માટે 6 જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં…

Varsadstae

આગામી ત્રણ કલાક માટે 6 જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, 62 થી 87 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. બીજી તરફ, ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત તરફ ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. કેટલાક વિસ્તારોમાં 12 થી 15 ઇંચ વરસાદ પડી શકે છે. 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થશે.

મુંબઈમાં 10 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. વડોદરા, સુરત અને ભરૂચમાં હળવાથી મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ધીમી ગતિએ વરસાદ પડ્યો છે, જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે વરસાદ અંગે શું આગાહી કરી છે તેના પર નજર કરીએ તો, આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ અને ઓડિશામાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની અસર થશે.

આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ
ગુજરાતમાં હવામાન વિભાગે 22 મે સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને વલસાડ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ, આણંદ, ખેડા, દાહોદ, મહિસાગર, પંચમહાલ, અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદમાં ૪૦ કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

૨૦ મે પછી ગુજરાત સહિત દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર થશે. અરબી સમુદ્રમાં ચક્રવાત બનશે, જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ૧૨ થી ૧૫ ઇંચ વરસાદ પડી શકે છે. ૧૫ જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થશે. ૧૦ જૂનની આસપાસ મુંબઈમાં ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે.

૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જેવા જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.