ગુજરાત માટે આજથી કપરા દિવસો શરૂ થઈ રહ્યા છે. એક તરફ શિયાળો અને બીજી તરફ વરસાદનું આગમન થવા જઈ રહ્યું છે. નવા સાયક્લોનિક સરક્યુલેશનથી ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર આવ્યો છે. આજથી જ આ બદલાવ જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. આ દરમિયાન, હવામાન વિભાગની આગાહી પર એક નજર.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આજથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો થયો છે. તો આજે,
ગાંધીનગરમાં 2 અને રાજકોટમાં 4 ડિગ્રીનો વધારો નોંધાયો છે. મોટાભાગના જિલ્લાઓમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થયો છે. આજે અમદાવાદમાં તાપમાન 17.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 16.4 ડિગ્રી નોંધાયું છે.
વરસાદની આગાહી
તેમણે આગામી સમયમાં ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તારીખો આપતાં જણાવાયું હતું કે ગુજરાતમાં 26 થી 28 ડિસેમ્બર સુધી ચક્રવાત આવવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં ટ્રફ, સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દક્ષિણ રાજસ્થાનમાં સક્રિય રહેશે. દક્ષિણ રાજસ્થાનમાં પણ સિંધુ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય રહેશે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. હાલમાં પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.
વરસાદ ક્યાં અને ક્યારે આવશે
26 ડિસેમ્બરે કચ્છ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વરસાદની આગાહી. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં વરસાદની આગાહી. પૂર્વ ગુજરાતમાં મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર અને નર્મદામાં વરસાદની આગાહી
27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી