ગુજરાતના હવામાનમાં પલટો આવશે? અંબાલાલ પટેલની વાવાઝોડા અને માવઠા અંગેની આગાહી

ગુજરાતમાં હાલમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. ડિસેમ્બર મહિનો આવી ગયો હોવા છતાં જોઈએ તેવી ઠંડી અનુભવાઈ રહી નથી. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની…

Ambalals

ગુજરાતમાં હાલમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. ડિસેમ્બર મહિનો આવી ગયો હોવા છતાં જોઈએ તેવી ઠંડી અનુભવાઈ રહી નથી. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની સાથે ચક્રવાતની આગાહી કરતાં ગુજરાતીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. અંબાલાલ પટેલે ચક્રવાત ફેંગલ ગુજરાત પર કેવી અસર કરશે તેની માહિતી પણ આપી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચક્રવાત ફેંગલે તમિલનાડુ, પોંડિચેરીમાં ભારે તબાહી મચાવી છે. જેથી હવે તેની અસર અરબી સમુદ્રમાં આવવાની શક્યતા છે. જેના કારણે 4 થી 8 ડિસેમ્બર સુધી ડિપ્રેશન સક્રિય રહેશે. અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સક્રિય થશે, જેનો રસ્તો ઓમાન અથવા સોમાલિયા તરફ રહેશે.
જાહેરાત

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ ડિપ્રેશનના કારણે ભેજ અને વાવાઝોડાની અસરને કારણે છત્તીસગઢના કેટલાક ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે.
જાહેરાત

આ સાથે તેમણે કહ્યું છે કે 4-5 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વાદળોના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે અને વડોદરાના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પણ પડી શકે છે.