રાજકોટમાં ડેપ્યુટી મેયર જ સુરક્ષિત નથી! છરી વડે હુમલો: સન્ની પાજી કા ધાબાના સંચાલક કુખ્યાત સની અને તેના સાગરીતો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો

ગુજરાતમાં જાણે ગુનેગારોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ચોરી, લૂંટ, હત્યા અને ખંડણી જેવી ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં ડેપ્યુટી મેયર…

Sanipaji

ગુજરાતમાં જાણે ગુનેગારોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ચોરી, લૂંટ, હત્યા અને ખંડણી જેવી ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો સની પાજી કા ધાબાના સંચાલક કુખ્યાત સની અને તેના સહયોગીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ગાંધીગ્રામ પોલીસે આરોપી સનીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાણેજની લડાઈ વચ્ચે આ હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા પર છરી વડે હુમલો થતા તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે નરેન્દ્રસિંહ જાડેજાને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

આ ઘટનાની જાણ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આસપાસના સીસીટીવી પણ કબજે કર્યા હતા. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.