આજે 13મી નવેમ્બરે શેરબજારમાં નીરસતા જોવા મળી હતી. શેરબજારના મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ 988 પોઇન્ટના ઘટાડા બાદ 77,685 પર ટ્રેડ કરી રહ્યો છે.
નિફ્ટી પણ 325 પોઇન્ટ લપસીને 23,550 પર ટ્રેડ કરી રહ્યો છે.
ઓટો શેરોમાં વેચાણ
આજે બજારમાં ઓટો, બેંક અને FMCG સેક્ટરમાં વેચવાલી નોંધાઈ રહી છે. હીરો મોટોકોર્પ અને હિન્દાલ્કોના શેરો નિફ્ટીમાં ટોપ લુઝર છે, દરેકમાં લગભગ 4% પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. એનટીપીસી અને બ્રિટાનિયાના શેર લગભગ 1-1%ના વધારા સાથે નિફ્ટીમાં ટોપ ગેઇનર છે.
આ પહેલા મંગળવારે ભારતીય બજારોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 820 પોઈન્ટના ઘટાડા સાથે 78,675 પર બંધ રહ્યો હતો.