અરબી સમુદ્ર પર વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ રચાતા વરસાદની શક્યતા વધી છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે નર્મદા, ભરૂચ, સુરત, તાપી, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.
આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે.
આવતીકાલે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં આજે 32 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં આજે હળવો વરસાદ પડી શકે છે.
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસાએ વિદાય લીધી છે. જો કે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હજુ ચોમાસું ચાલુ છે.