આજે નવરાત્રીનું ત્રીજુ નોરતું છે, આજના દિવસે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપ ચંદ્રઘંટાની પૂજાનું મહત્વ છે. નવરાત્રિની પૂજાના ત્રીજા દિવસે તેમની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ ક્રાંતિવાન છે. તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે, એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમની દસ ભુજાઓ છે અને દસેય ભુજાઓમાં અસ્ત્ર-શસ્ત્ર છે.
નવરાત્રિના પર્વ સનાત નભારતીય સંસ્કૃતિના માનવજીવનમાં શક્તિના પ્રતીક સમાન ગણવામાં આવે છે આજે ત્રીજું નોરતું મા અંબાના ચંદ્રઘંટા સ્વરૂપની સ્તુતિનું મહાત્મ્ય રહેલું છે. શાસ્ત્રો મુજબ માતા ચંદ્રઘંટાનો રંગ સોનાની જેમ તેજવાન છે.
ધાર્મિક ગ્રંથો અનુસાર, મા ચંદ્રઘંટાએ રાક્ષસોને મારવા માટે અવતાર લીધો હતો. તેમાં ત્રણેય દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની શક્તિઓનો સમાવેશ થાય છે. માતાને ત્રણ આંખો અને દસ ભુજાઓ છે. જેમના દરેક હાથમાં કમળનુ ફૂલ, ગદા, બાણ, ધનુષ, ત્રિશુળ, ખડગ, ચક્ર, ખપ્પર અને અગ્નિ સુશોભિત છે. માં ચંદ્રઘંટા વાઘ પર બેસીને આવે છે અને દરેક સમયે યુદ્ધ માટે તૈયાર રહે છે. એક અર્ધચંદ્રાકાર ચંદ્ર માતાના કપાળ પર બેસે છે. તેથી જ માતાના સ્વરૂપને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. ભક્તો માટે માતાનું આ સ્વરૂપ સૌમ્ય અને શાંત છે.
માતા ચંદ્રઘંટાએ ત્રિદેવ પાસેથી પાસેથી પરવાનગી લીધી હતી અને મહિષાસુરને યુદ્ધ માટે પડકાર્યો હતો. માતા ચંદ્રઘંટા અને મહિષાસુર વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધમાં મહિષાસુર માતાના હુમલા સામે ટકી શક્યો નહીં. માતાએ મહિષાસુરનો વધ કરીને ત્રણેય લોકની રક્ષા કરી હતી. ત્રણેય લોકમાં માતાના ગુણગાન ગુંજવા લાગ્યા.
અનાદિ કાળથી માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માતા પોતાના ભક્તોના તમામ દુ:ખ દૂર કરે છે. તે સુખ, સમૃદ્ધિ અને શાંતિ પણ પ્રદાન કરે છે. તેથી, ભક્તો શારદીય નવરાત્રીના ત્રીજા દિવસે ભક્તિભાવ સાથે મા ચંદ્રઘંટાનું પૂજન કરે છે.