બોટાદઃ છેલ્લા કેટલાય સમયથી દેશમાં ટ્રેનને ઉથલાવવા કાવતરા ચાલી રહ્યા છે. તાજેતરમાં સુરતમાં પણ આવું જ એક ષડયંત્ર રચાયું હતું ત્યારે આજે વધુ એક ટ્રેન ટ્રેનને ઉથલાવવા પ્રયાસ કરાયા છે.
ગુજરાતમાં સુરત બાદ વધુ એક ટ્રેન ઉથલાવવાનો કારસો સામે આવ્યો છે. બોટાદમાં ભાવનગર-ઓખા ટ્રેનને ઉથલાવવા પ્રયાસ કરાયા છે. પાટા પરથી લોખંડના ટુકડા મળી આવ્યા હતા. જે ટ્રેનના એન્જિનમાં ફસાઈ જતાં પ્રેશર પાઈપને નુકસાન થયું હતું.
આ ઘટનાને પગલે ભાવનગર-ઓખા ટ્રેનને બીજા એન્જિન સાથે જોડીને ભાવનગર લઈ જવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં જ રેલવેના અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
જણાવી દઇએ કે તાજેતરમાં સુરતમાં થયેલા ટ્રેન ઉથલાવવાના નિષ્ફળ પ્રયાસનું ષડયંત્ર કોઇ આતંકી કે ભાંગફોડીયા તત્વે નહીં પણ રેલવેના જ કર્મીએ પ્રમોશન મેળવવા પોતાની સર્તકતા બતાવવા ઉપરોકત કાવતરૂ રચ્યાનો સનસનીખેજ ખુલાસો થયો છે.