હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આવતીકાલથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એક નહીં ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દરમિયાન આજે સુરતના ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ પડી ગયો છે.
સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. તો હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે. આગામી સાત દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે ગુજરાતમાં ઓફ-શેર ટ્રફ, સાયક્લોનિક સરક્યુલેશન સહિતની ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. દરમિયાન આજે સુરતના ઉમરપાડામાં ભારે વરસાદ પડ્યો છે. ઉમરપાડામાં 6 કલાકમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
ગુજરાતના હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. બે દિવસ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે ઓફશોર ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશનને કારણે વરસાદની અપેક્ષા છે.
અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે
આ દરમિયાન હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. કેટલાક જિલ્લાઓમાં 24 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, 11 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવવાનો છે. તેમણે કહ્યું કે ડીપ ડિપ્રેશન રચાઈ રહ્યું છે.