આ ડીપ્રેશન એટલું મહાકાય છે કે વાત ન પૂછો!…ગુજરાત માટે હજુ 72 કલાક ભારે…

ગુજરાત ઉપરથી પસાર થતી મજબૂત સિસ્ટમના કારણે હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ અગાઉ અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી. અંબાલાલ પટેલે હવે વધુ…

Varsadf1

ગુજરાત ઉપરથી પસાર થતી મજબૂત સિસ્ટમના કારણે હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ અગાઉ અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી. અંબાલાલ પટેલે હવે વધુ ભયંકર ભવિષ્યવાણી કરી છે. જાણો આગામી દિવસોમાં ગુજરાતમાં શું થવાનું છે.

ઉત્તર ગુજરાત નજીક સ્થિર થયેલા આ ડીપ ડિપ્રેશનને કારણે સોમવારે અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો. જો કે, સિસ્ટમ આગળ વધી રહી છે અને બ્રેકઅપ કરી રહી છે ત્યારે આગામી 4 દિવસ શહેરમાં વરસાદનું જોર ઘટે તેવી સંભાવના છે. સોમવારે અમદાવાદ રેડ એલર્ટ પર હતું. પરંતુ હવે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેનો અર્થ છે કે હવે હળવાથી ભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલનું અનુમાન છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી. સમગ્ર રાજ્યમાં 15 થી 35ના પવનની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સ્થિતિ આગામી દિવસોમાં પણ ચાલુ રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી. આગામી 2-3 દિવસ હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી. કચ્છમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી. 30 ઓગસ્ટની આસપાસ વરસાદ ઓછો થવાની શક્યતા.

ગુજરાત માટે આગામી 72 કલાક હજુ કપરા છે. આ ડીપ ડિપ્રેશન હવે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આજે અને આવતીકાલે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ વેધર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 102 ટકા વરસાદ પડી ગયો છે.

3 દિવસ પછી વર્તમાન વરસાદી સિસ્ટમ કચ્છમાં પાકિસ્તાન તરફ પ્રસરી જશે. જેના કારણે તોફાની વરસાદ પાકિસ્તાન તરફ જશે. ભારે વરસાદ પાકિસ્તાનને મેદાન બનાવી શકે છે…અંબાલાલ પટેલની આગાહી. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને રાહતની આગાહી કરી છે. રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની આગાહી. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યમાં ફરી વરસાદી વાતાવરણ સર્જાશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 5 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની પ્રબળ સંભાવના છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 15 સપ્ટેમ્બર સુધી ગુજરાતના તમામ ભાગોમાં વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *